Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં ગ્રામજનો જનતા રેડ કરવાના મૂડમાં

ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારનાં ગામોમાં ચાલી રહેલી નર્મદા નદીમાં ગેરકાયદેસર રેતી ખનન અને માટી ખનનને લઈ ભારે વાહનો સતત દોડી રહ્યા છે અને શાળાએ જતા વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો અકસ્માતનો ભોગ બનતા હોવાના આક્ષેપ સાથે વારંવાર જરૂર ગ્રામ પંચાયતને રજૂઆત કરતા ગ્રામસભા એ પણ જૂના તમામ ઠરાવ રદ કરી ગ્રામસભામાં તમામ લીઝો બંધ કરવાનો ઠરાવ કરી ભરૂચ જિલ્લા વહીવટી તંત્રને લેખિતમાં રજૂઆત કરી છેભàª
ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં ગ્રામજનો જનતા રેડ કરવાના મૂડમાં
ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારનાં ગામોમાં ચાલી રહેલી નર્મદા નદીમાં ગેરકાયદેસર રેતી ખનન અને માટી ખનનને લઈ ભારે વાહનો સતત દોડી રહ્યા છે અને શાળાએ જતા વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો અકસ્માતનો ભોગ બનતા હોવાના આક્ષેપ સાથે વારંવાર જરૂર ગ્રામ પંચાયતને રજૂઆત કરતા ગ્રામસભા એ પણ જૂના તમામ ઠરાવ રદ કરી ગ્રામસભામાં તમામ લીઝો બંધ કરવાનો ઠરાવ કરી ભરૂચ જિલ્લા વહીવટી તંત્રને લેખિતમાં રજૂઆત કરી છે
ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ ઝનોર ગ્રામ પંચાયત દ્વારા નર્મદા નદીમાં ગેરકાયદેસર ચાલી રહેલા રેતી ખનન અને માટી ખનનના કારણે ઓવરલોડ વાહનોથી જાહેર માર્ગો પરથી પસાર થતા લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે જેના પગલે પૂર્વ પટ્ટી વિસ્તારની ત્રણ શૈક્ષણિક શાળાઓ ખેડૂતોએ નદીમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિ રેતી ખનન અને માટી ખનન બંધ કરાવવાની લેખિત રજૂઆત ઝનોર ગ્રામ પંચાયતને કરી હતી જેના પગલે ઝનોર ગ્રામ પંચાયતની ગ્રામસભામાં પૂર્વ પટ્ટી વિસ્તારમાં ગેરકાયદેસર માટી તેમજ રેતી માફિયાઓ દ્વારા નદીમાં જ રેતી ઉલેચવામાં આવ્યું હોવાના કારણે નદીમાં મસ મોટા ઊંડા ખાડા પડી જવાના કારણે નદીમાં ડૂબી જવાનો ભય પણ ઉભો થયો છે સાથે જ દિવસ દરમિયાન આડેધડ દોડતા વાહનોના કારણે શાળાએ જતા નિર્દોષ વિદ્યાર્થીઓ અને શાકભાજી નો ટોપલો લઈને જતી મહિલાઓ અકસ્માતનો ભોગ બનતી હોવાની ફરિયાદોના પગલે હવે જનોર ગ્રામ પંચાયત પણ ભુમ આપ્યાઓ સામે લાલઘૂમ બની છે
ખનનના કારણે આડેધડ દોડતા વાહન થી નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે
ભરૂચના તવરાથી ઝનોર સુધીના પૂર્વ પટ્ટી વિસ્તારના પટ્ટા ઉપર નદીમાં ગેરકાયદેસર રેતી અને માટી ખનનના કારણે આડેધડ દોડતા વાહન થી નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે જેના પગલે જનોર ગ્રામ પંચાયતે પણ જુના તમામ શાળાઓ રદ કરી જનો ગ્રામ પંચાયત સધી આજુબાજુ વિસ્તારમાં ચાલી રહેલી લીઝ રદ કરવા સહિત ઓવરલોડેડ વાહનો અટકાવવા માટે ગ્રામસભામાં ઠરાવ કરી ભરૂચ જિલ્લા ખાણ ખનીજ વિભાગ સ્થાનિક પોલીસ સહિત લાગતા વળગતા વિભાગમાં લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે જોવું એ રહ્યું કે જેનો ગ્રામ પંચાયત એ કરેલી રજૂઆત બાદ ગેરકાયદેસર ચાલતા રેતી અને માટી ખનન ક્યારે બંધ કરવામાં આવે છે


મોડી રાત સુધી રેતી અને માટી ખનન થતું હોવાના કારણે સ્થાનિકોને હાલાકી : ઝનોર ડેપ્યુટી સરપંચ
દિવસ દરમિયાન નદી કે અન્ય સ્થળે રેતી અને માટી ખનન થઈ શકે છે પરંતુ સંધ્યાકાળના ૬ વાગ્યા બાદ પણ કામગીરી બંધ કરવામાં આવતી હોય છે પરંતુ પૂર્વ પટ્ટીમાં ગેરકાયદેસર રેતી અને માટી ખનન થતું હોવાના આક્ષેપ સાથે મોડી રાત્રિના વિડીયો પણ ઝનોર ગ્રામ પંચાયત દ્વારા કેદ કરવામાં આવ્યા હોવાનું રતન ગામના ડેપ્યુટી સરપંચે કર્યું હતું

પૂર્વ પટ્ટી વિસ્તારની કંઈ કંઈ શૈક્ષણિક શાળાઓ દ્વારા ઝનોર ગ્રામ પંચાયતની રજૂઆત કરાઈ
ભરૂચ ના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલી શૈક્ષણિક શાળાના વિદ્યાર્થીઓ પણ ઓવરલોડેડ વાહનના કારણે અકસ્માતનો ભોગ બનતા હોવાની ફરિયાદ ઝનોર કુમાર શાળા, પ્રાથમિક કન્યાશાળા ઝનોર, શ્રી માં - અરવિંદ વિદ્યામંદિર સહિતની વિવિધ શૈક્ષણિક શાળાના શિક્ષકોએ પણ ઓવરલોડેડ વાહનો બંધ કરાવવાની માંગ સાથે ગ્રામ પંચાયતની લેખિતમાં રજૂઆત કરી હોવાની માહિતી સામે આવી છે
ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા પણ ભારે વાહનો બંધ કરાવવા લેખિત રજૂઆત કરાય
ભરૂચ પૂર્વપતિ વિસ્તારમાં નર્મદા નદીમાંથી રેતી અને માટી ખનન કરી ઓવર લોડેડ વાહનો જાહેર માર્ગો પરથી પૂર ઝડપે પસાર થતા હોય છે જેના કારણે ખેતરમાંથી ખેતી કરીને પસાર થઈ રહેલા ખેડૂતોને ઓવર લોડેડ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનાવી રહ્યા હોવાના આક્ષેપ સાથે ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા જનોર ગ્રામ પંચાયતને પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે જેના કારણે ઝનોર ગામ પંચાયત પણ હવે ભુમાફીયાઓ સામે લાલઘૂમ બની છે
ગેરકાયદેસર રેતી અને માટી ખનન તંત્ર બંધ નહીં કરાવે તો ગ્રામજનો જનતા રેડ કરશે :સ્થાનિકો
ઝનોર મંગલેશ્વર અંગારેશ્વર સહિત શુકલતીર્થ ખાતે નર્મદા નદીના પર્ટમાં મોટાપાય ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે અને રાત્રી દરમિયાન પણ ચાલતું હોવાના આક્ષેપ સાથે ઓવરલોડેડ વાહનોના કારણે નિર્દોષ ગ્રામજનો અકસ્માતનો ભોગ બનતા હોવાના આક્ષેપ સાથે હવે ગ્રામજનો પણ લાલઘૂમ બન્યા છે અને આગામી દિવસોમાં જો ખાણ ખનીજ વિભાગ કે જિલ્લા વહીવટી તંત્ર કાર્યવાહી નહીં કરે તો ગ્રામજનો જનતા રેડ કરશે તેવી ચીમકી પણ ગ્રામજનો ઉચ્ચાર રહ્યા છે 
અકસ્માતમાં કેટલાય લોકોના મોત અને કેટલાય લોકો બન્યા ઇજાગ્રસ્ત
શુકલતીર્થ ખાતે ઓવરલોડેડ વાહનના કારણે એક બાઇક ચાલકનું મોત થયું હતું જ્યારે તેની પાછળ સવાર ને ગંભીર ઈજા થઈ હતી સાથે તવરા નજીક પણ અકસ્માતમાં કેટલાય વાહન ચાલકોએ જીવ પણ ગુમાવ્યા છે થોડા દિવસ અગાઉ શાકભાજીનો વેપાર કરતી મહિલા ને પણ અડફેટે લેતા તેને ગંભીર ઈજા થઈ હતી. પૂર્વ પટ્ટી વિસ્તારમાં વાહનોના કારણે નિર્દોષ રાહદારીઓને વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતા હોવાના આક્ષેપ સાથે હવે ગ્રામજનો પણ લાલઘું બન્યા છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.